A+ A A-

Kyarek Aevu Pan Bane...

ક્યારેક એંવુ પણ બને, ક્યારેક આવું પણ બને
ક્યારેક ધાર્યુ ના બને, ક્યારેક અણધાર્યુ બને --- (૧)

ક્યારેક ઉડવાની ઝંખના જાગે, પાંખો મળે, 
ખુલ્લુ આસ્માન મળે ને મન રોકટોક કર્યા કરે --- (૨)

ક્યારેક પીવાની તલબ ઉપડે, સુરાલય મળે,
મહેફિલ જામે ને હોઠ મૂંગામંતર મળે --- (૩)

ક્યારેક જીંન્દગી નો સાર મળે, ગગન નો પ્યાલો પીવા મળે,
ને હ્ર્દયે પ્યાસ મળે --- (૪)

ક્યારેક પ્રેમ મળે, દિલ મળે, હૈયા મળે,
ને ધડકને ગ્રહણ મળે --- (૫)

ક્યારેક નવી રાહ જડે, દિશા મળે,
નવો કાફિલો મળે, ને મંઝીલે \"તમસ\" મળે --- (૬)

ક્યારેક મૌત મળે, લોક ભેગા મળે,
પણ કોઇની આંખે રુદન ના મળે ---(૭)

---- હિતાર્થ

Yaadon

એક દિવસ બેઠા - બેઠા દરિયા કિનારે,
અમે દરિયા ને અમારી તરસ વિશે કહેતા ગયા !! - (૧)

એક પ્રેમ ની ઇમારત ચણી હતી જે ક્યારેક,
તેની એક-એક ઇંટ પાણીમા વહાવતા ગયા !! - (૨)

તફાવત ના શોધિ શકે કોઇ સમુદ્ર ને મારા અષ્કો માં,
તેથી અમે ખારા અશ્રુઓ વહાવતા ગયા !! - (૩)

ભરોસાની ડાળખીયો જે હમશા ટૂટી પડતી હ્તી,
એનો સ્થિર ઉપચાર કરવા અમે આત્મવિષ્વાસ નો થડ કપાવતા રહ્યા !! - (૪)

તમે વિજળી પાડિ જે ફેલાવી ગયા અંધકાર,
અમે એ \"તમસ\" ને જીંદગીનો ખુબસુરત ભાગ સમજી જીવતા ગયા !! - (૫)

તમે સઘળી યાદોં ને ભુસાવી ગયા,
અમે યાદો ને વ્યર્થ જ જીવન બનાવતા ગયા - (૬)

-- હિતાર્થ

Boond

એક અધુરા આંસુ ની બુંદ,
ગાલ ઉપર આવવા મથતી, ઝુકેલી નીગાહો ના પર્દા મા રહેલી  બુંદ !!

બે-મૌસમ ઘટા બની વરસી જવા માંગતી એ બુંદ,
પણ દુનીયા ની નજર મા ના આવવા માંગતી એ બુંદ !!

બેશુમાર ખુમારી થી દુઃખ ઝેલતી એ બુંદ,
ગમો ને દબાવી, યાદો ને ધંધળી બનાવતી એ બુંદ !!

કોશીશો ને તન્હાઈ મા ટપકાવનારી એ બુંદ,
દિલ ઉપર પથ્થર મુકી રુહ ને રિઝવનારી એ બુંદ !!

જીંદગી ના રોજ નવા રંગ મા ઢલનારી એ બુંદ,
કેટલાય જમાના એકલે હાથે પચાવી જનારી એ બુંદ !!

બિખરતા અરમાનો ની તડપ ને લપકનારી એ બુંદ,
રુહ ને રિઝવતા આંખોમા સુકાઈ જનારી એ બુંદ !!

- હિતાર્થ

Tamas - The Darkness

તમસ છે, તમસ છે
જિંદગી મા તમસ છે.

ફરી વળ્યા છે પાણી આરઝુ ઓ ઉપર,
હ્દયની હર એક જૂસ્તજુ મા તમસ છે.

નડે છે ગૃહણ સૂરજને પણ્,
એની પણ આગળ અન્તરીક્ષ મા તમસ છે.

તે એક વાત કિધી ગઈકાલે,
છવાયેલો મારા માનસપટ ઉપર તમસ છે.

તોલાયો છુ તારી વાતો ના વમળો મા,
તારી એ વાતો ની મંઝીલે તમસ છે.

મીચાઈ છે આંખો મારી તારી યાદો મા,
એ મૃત્યુ નુ બીજુ નામ જ તમસ છે.

- હિતાર્થ