A+ A A-

હું કૃષ્ણ છુ

હું કૃષ્ણ છુ, એક અર્જુનની શોધ માં,
એક માનવી છુ, પ્રતિશોધ માં.... (૧)

સમૂદ્ર ને કહિ દો, ના રહે ખોટા ફાકા માં,
વિશાળ છુ, અવનિ થી અંતરિક્ષમાં.... (૨)

હું રામ છુ, રાવણ ની શોધમાં,
એક રાહ પર છુ, ધર્મ ની શોધમાં.... (૩)

ધર્મ ગુરૂઓ ને કહિદો, ના રહે અજ્ઞાનતામાં,
સમર્થ છું, વેદ-ઉપન્યાસના શાસ્ત્રાર્થમાં.... (૪)

હું પરશુરામ છું, ક્ષત્રિયો ની શોધમાં,
સંહાર માં છુ, માનવતા ની શોધમાં.... (૫)

"તમસ" છું, ન રહિ જતા એવા વિચારમાં,
ભરખી શકું છુ સર્વને, એક વિજળીનાં ઝાટકા માં.... (૬)

-- હિતાર્થ

 

Jawab Aapo

શું કરીશુ બનાવી મસ્જીદ - મંદિર ?
જ્યારે બધાજ અધર્મી થઇ ગયા છે આજ,
માણસ .. માણસ નું ખૂન કરે છે, 
બોલો એ શબ્દ "માણસાઈ" નું શું કરશો ??  -- (૧)

શું કરીશુ અમન ની વાતો કરીને ?
જયારે આતંકવાદ ફેલાયો છે ચારે તરફ,
પીવો છો ગંગાજળ (પાપ દૂર કરવા) માથે લગાવી ને, 
પણ રક્ત માં તળબોળ એ અસંખ્ય શરીરો નું શું કરશો ?? -- (૨)

સ્ત્રીઓ રુદન છે કરે, બાળકો જોઈ રહ્યા છે બસ "તમસ",
વડિલો છે પરેશાન, જુવાનો રહ્યા છે ભટકી,
આમના જખ્મો થી લઢવાનું શીખો,
આમજ એક બીજા સાથે લઢીને કઈ સમસ્યા હાલ કરશો ?? -- (૩)

રાખીલો લાજ તિરંગા ની, જેની ખાધી તી કસમો, 
હજી પણ છે સમય, કરીલો બધું વશમાં,
ખેંચાઈ ના જાય લકીરો આ ધરતી પર,
પછી એ તિરંગા ના ત્રણ અલગ અલગ ટુકડાઓ નું શું કરશો ?? -- (૪)

પોતાની સમસ્યા માંથી નીકળી જુઓ દુનિયા છે વિશાળ,
ધરતી છે મોટી, આકાશ છે વિશાળ,
ભાઈ - ભાઈ ને છે મારે આજ,
બોલો હવે એ ભાઈચારા નું શું કરશો -- (૫)

જુઓ દુનિયા ચંદ્રમાં પર ગઈ છે પોહોચી,
સવાલો છે ઘણા આપડી સામે, તોહ પણ ઉડાવી દઈએ છીએ આપડે એ હસી,
"હું" કહેવા વાળા લોકો આટલું તોહ બતાવો,
"હું" જ કહેતા રહેશો તોહ શબ્દ "આપને બધા" નું શું કરશો ?? -(૬)

લખી ગયા આપણા પૂર્વજો ઈતિહાસ ખુમાર અને શૌર્ય નો,
આમજ કહેતા રહેશો કે કઈ કરી પણ દેખાડશો ?,
આજે આજ માં જીવી રહ્યા છો, કાલે કાલ બનશો,
બસ એટલું બતાવી જાઓ, કે તમે તમારો ઈતિહાસ શું લખશો ?? (૭)

હિતાર્થ

Kyarek Aevu Pan Bane...

ક્યારેક એંવુ પણ બને, ક્યારેક આવું પણ બને
ક્યારેક ધાર્યુ ના બને, ક્યારેક અણધાર્યુ બને --- (૧)

ક્યારેક ઉડવાની ઝંખના જાગે, પાંખો મળે, 
ખુલ્લુ આસ્માન મળે ને મન રોકટોક કર્યા કરે --- (૨)

ક્યારેક પીવાની તલબ ઉપડે, સુરાલય મળે,
મહેફિલ જામે ને હોઠ મૂંગામંતર મળે --- (૩)

ક્યારેક જીંન્દગી નો સાર મળે, ગગન નો પ્યાલો પીવા મળે,
ને હ્ર્દયે પ્યાસ મળે --- (૪)

ક્યારેક પ્રેમ મળે, દિલ મળે, હૈયા મળે,
ને ધડકને ગ્રહણ મળે --- (૫)

ક્યારેક નવી રાહ જડે, દિશા મળે,
નવો કાફિલો મળે, ને મંઝીલે \"તમસ\" મળે --- (૬)

ક્યારેક મૌત મળે, લોક ભેગા મળે,
પણ કોઇની આંખે રુદન ના મળે ---(૭)

---- હિતાર્થ

Yaadon

એક દિવસ બેઠા - બેઠા દરિયા કિનારે,
અમે દરિયા ને અમારી તરસ વિશે કહેતા ગયા !! - (૧)

એક પ્રેમ ની ઇમારત ચણી હતી જે ક્યારેક,
તેની એક-એક ઇંટ પાણીમા વહાવતા ગયા !! - (૨)

તફાવત ના શોધિ શકે કોઇ સમુદ્ર ને મારા અષ્કો માં,
તેથી અમે ખારા અશ્રુઓ વહાવતા ગયા !! - (૩)

ભરોસાની ડાળખીયો જે હમશા ટૂટી પડતી હ્તી,
એનો સ્થિર ઉપચાર કરવા અમે આત્મવિષ્વાસ નો થડ કપાવતા રહ્યા !! - (૪)

તમે વિજળી પાડિ જે ફેલાવી ગયા અંધકાર,
અમે એ \"તમસ\" ને જીંદગીનો ખુબસુરત ભાગ સમજી જીવતા ગયા !! - (૫)

તમે સઘળી યાદોં ને ભુસાવી ગયા,
અમે યાદો ને વ્યર્થ જ જીવન બનાવતા ગયા - (૬)

-- હિતાર્થ

Boond

એક અધુરા આંસુ ની બુંદ,
ગાલ ઉપર આવવા મથતી, ઝુકેલી નીગાહો ના પર્દા મા રહેલી  બુંદ !!

બે-મૌસમ ઘટા બની વરસી જવા માંગતી એ બુંદ,
પણ દુનીયા ની નજર મા ના આવવા માંગતી એ બુંદ !!

બેશુમાર ખુમારી થી દુઃખ ઝેલતી એ બુંદ,
ગમો ને દબાવી, યાદો ને ધંધળી બનાવતી એ બુંદ !!

કોશીશો ને તન્હાઈ મા ટપકાવનારી એ બુંદ,
દિલ ઉપર પથ્થર મુકી રુહ ને રિઝવનારી એ બુંદ !!

જીંદગી ના રોજ નવા રંગ મા ઢલનારી એ બુંદ,
કેટલાય જમાના એકલે હાથે પચાવી જનારી એ બુંદ !!

બિખરતા અરમાનો ની તડપ ને લપકનારી એ બુંદ,
રુહ ને રિઝવતા આંખોમા સુકાઈ જનારી એ બુંદ !!

- હિતાર્થ