A+ A A-

Deprecated: Non-static method JApplicationSite::getMenu() should not be called statically, assuming $this from incompatible context in /home/hitarthj/public_html/hitarth33/templates/gk_publisher/lib/framework/helper.layout.php on line 115

Deprecated: Non-static method JApplicationCms::getMenu() should not be called statically, assuming $this from incompatible context in /home/hitarthj/public_html/hitarth33/libraries/cms/application/site.php on line 279
>

Khuda Taari Kasoti ni Pratha - Befaam

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ તું જ કરે મારું પારખું
મેં તો કદીયે તારી પરિક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી !!

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી !!

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી !!

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી !!

Kaaran Mane Game Che - Amrut Ghayal

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. 

લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે. 

જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે,
કે ઝેર પણ ગમે છે મારણ મને ગમે છે.    

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
રણ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

સુંદર બની ગયું છે કંઇ ઓર દિલ મટિને,
તૂટી ગયું છે તો યે દર્પણ મને ગમે છે.     

લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મ્હોબતીલી માલણ મને ગમે છે.   

આવી ગયાં છો આંસુ લૂછો નહીં ભલાં થઈ,
એ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.   

લજ્જાના બંધ તોડી ઝુલ્ફો દિયો વિખેરી,
જીવન બને છો વેરણછેરણ, મને ગમે છે. 

હું એટલે તો એને વેંઢારતો રહં છું,
સોગંદ, જિંદગીનાં વળગણ મને ગમે છે.    

દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.

હસવું અચૂક હસવું, દુઃખમાંય મુક્ત હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે.

ભેટ્યો છું મોતને પણ કઇ વાર જિંદગીમાં,
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે.

ઘાયલ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે એ રણ મને ગમે છે.

અમ્રુત 'ઘાયલ'

Dharm Ane Vigyan

મિત્રો, 
મને કોઇએ મોકલેલું આ જોડકણાં જેવું ગીત આમ કાવ્યની દૃષ્ટિએ તો સામાન્ય છેપણ એનો સંદેશ ખૂબ સરસ છે એટલે અહિ પોસ્ટ કરુછું.
 
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.

યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમેઉપગ્રહબનાવી,ગોઠવીદીધાઅંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા
 અંગુઠીમાં.

જાપાન
 વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું
 જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા
 વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે
 પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું 
 લોકમાં;
આપણે પુજાપાઠભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ
 જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા
 આખા જગમાં.

પર્યાવરણ
પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં
 ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો
 દંભ ને વળગાડ, લોકોને પીડે
  દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે , છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે  દેશમાં.

સાયંટીફીકલી
 બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે
 પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય  દેશમાં.

લસણ
ડુંગળીબટાકા ખાવાથી પાપ લાગે  દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ  લાગે  દેશમાં.
 
Please Note: આ રચના ખીમજીભાઇ કચ્છીની છે

Chaman Tujne Suman - Kailash Pandit

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

કૈલાસ પંડિત

Gandhi

કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

-શેખાદમ આબુવાલા